Question 1 of 25
Hints left: 3
Q1
રાષ્ટ્રપતિની માફી આપવાની સત્તા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025) 1. તેઓની આ સત્તા ન્યાયિક સત્તા છે. 2. તેઓ મૃત્યુદંડની સજાના કિસ્સામાં પણ આ સત્તાનો ઉપયોગ કરી શકે છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Q2
ભારતની સંસદના સભ્યપદ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 154/202425 : Dt.06/04/2025) 1. લોકસભાનો સભ્ય એક સાથે બે ગૃહો (લોકસભા અને રાજ્યસભા)નો સભ્ય રહી શકે છે. 2. રાજ્યસભાનો સભ્ય એક સાથે બે ગૃહો (લોકસભા અને રાજ્યસભા)નો સભ્ય રહી શકતો નથી. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Q3
લોકસભાનું વિસર્જન કોણ કરી શકે છે ?
Q4
6-14 બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? ( GPSC Class – 1 – 28/01/2017)
Q5
ભારતના બંધારણે સ્ત્રીઓને કેટલાક અધિકારો બઢ્યા છે, તે સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો યોગ્ય છે તેનો વિકલ્પ પસંદ કરો. (GPSC : Advt no.49, 50/202324 : Dt.30/06/2024) 1. અનુચ્છેદ-14 માં લિંગભેદ વિનાની સમાનતા. 2. અનુચ્છેદ-51-ક(ચ) માં સ્ત્રીના ગૌરવનું રક્ષણ. 3. અનુચ્છેદ-39(ક) માં સ્ત્રી નાગરિકોને આજીવિકાનું પૂરતું સાધન મેળવવાનો સમાન હક. 4. અનુચ્છેદ-15(3) માં રાજ્યને સ્ત્રીઓ માટે કોઈ ચોક્કસ જોગવાઈ કરવામાં બાધ આવશે નહીં.
Q6
1993 ના માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમમાં નીચેની બાબતોની રચના કરવાની જોગવાઈ કરવામાં આવી છેઃ (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024) 1. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ 2. રાજ્ય માનવ અધિકાર આયોગ 3. સંયુક્ત રાજ્ય માનવ અધિકાર આયોગ 4. માનવ અધિકાર અદાલતો નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોઃ
Q7
નીચેનામાંથી કોણ બંધારણની ડ્રાફ્ટીંગ સમિતિનાં સભ્ય ન હતા?
Q8
ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે ? ( કોન્સ્ટેબલ - 2015)
Q9
ભારતના બંધારણના ………………. માં બાંયધરી આપવામાં આવેલા અધિકારો કેદીઓ માટે ઉપલબ્ધ છેઃ (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
Q10
વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ વચ્ચે કડીરૂપ કોણ છે?
Q11
ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક (કન્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ) રાજ્યના હિસાબોનો અહેવાલ કોને સાદર કરશે ? ( GPSC કૃષિ અધિકારી Class - 2 - 15/01/2017)
Q12
વિધાનસભા ગૃહની શિસ્ત અને ગૌરવ કોણ જાળવે છે?
Q13
ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે કઈ સંસ્થાની રચના થઈ છે ?
Q14
1930-40માં સ્વતંત્રતા ચળવળ દરમિયાન મહાત્મા ગાંધીને જે જેલમાં રાખવામાં આવ્યા હતા તેનું નામ આપો? (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
Q15
ભારતનું ચૂંટણીપંચ કોના માટે ચૂંટણી યોજે છે? (GPSC : Advt no: 02,15,16/202425 : Dt. 18 /10/202425)
Q16
ભારતના રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને આપે છે? (GPSC : Advt no: 13/202425 : Dt.24/11/2024)
Q17
નીચેના પૈકી કઈ જોડ સાચી નથી ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Q18
‘રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલા ભરશે’ આ બાબત નીચેના પૈકી શામાં દર્શાવવામાં આવેલી છે? ( GPSC આસિસ્ટન્ટ ઈજનેર (સિવિલ) - 26/03/2017)
Q19
અંદાજપત્ર કોના દ્વારા રજૂ કરવામાં આવે છે? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)
Q20
રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના અધ્યક્ષની નિમણૂંક માટે રચાયેલી સમિતિમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? (GPSC: Advt no : 14, 11/202425 : Dt. 17/11/2024)
Q21
મંત્રીમંડળ બરખાસ્ત કેવી રીતે થાય છે?
Q22
ક્યા વર્ષમાં બંધારણમાં સુધારો કરીને મૂળભૂત ફરજોનો બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો હતો ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
Q23
વચગાળાનું અંદાજપત્ર (ઈન્ટરીમ બજેટ) ત્યારે રજૂ કરવામાં આવે છે જ્યારે... (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)
Q24
ટ્રેક્ટર વીથ ટ્રોલી (NSTFDC કેન્દ્ર સરકારશ્રી દ્વારા સહાયિત) યોજનાનો લાભ મેળવવા માટે ગુજરાત રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારમાં વસતાં આદિજાતિ ખેડૂત કુટુંબ માટે કેટલી રકમની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ છે ? (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q25
બંધારણમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાના કેટલા સભ્યોની બહુમતી જરૂરી હોય છે ?