Question 1 of 25
Hints left: 3
Q1
1 ગ્રોસ = ........ ડઝન = ........ નંગ.
Q2
-1/3 ના વિરોધીનો વ્યસ્ત ............. છે.
Q4
એક સંખ્યા 123A567ને 11 વડે નિ:શેષ ભાગી શકાય છે તો Aની કિંમત કેટલી હશે ?
Q5
બે અંકોની એક પ્રાકૃતિક સંખ્યાના અંકોનો ગુણાકાર 15 થાય છે. જો તે સંખ્યામાં 18 ઉમેરવામાં આવે તો મળતી નવી સંખ્યા તે મૂળ સંખ્યાના અંકોની અદલાબદલી કરવાથી મળતી સંખ્યા બને છે, તો તે મૂળ સંખ્યા કઈ હતી ?
Q6
ચાર સંખ્યાઓનો સરવાળો 96 છે. તે પૈકી બે સંખ્યાઓ 16 અને 32 છે. બીજી બે સંખ્યાઓ ક્રમિક એકી સંખ્યાઓ છે, તો તે સંખ્યાઓ કઈ હશે ?
Q7
| 5/6 - 3/2 | = …....... ?
Q8
બે આંકડાની એક પ્રાકૃતિક સંખ્યાનો દશકનો અંક તેના એકમના અંકથી ત્રણ ગણો છે. અંકોની અદલાબદલી કરતાં મળતી સંખ્યા મૂળ સંખ્યાથી 54 જેટલી ઓછી છે. તો તે સંખ્યા શોધો.
Q9
લંબાઈના માપનાં એકમોમાં નીચેનું કોણ અસંગત છે?
Q10
1 ખર્વ = .......... અબજ.
Q11
10 તોલા બરાબર કેટલા ગ્રામ?
Q12
સંખ્યા 903535માં 3 ના સ્થાનીય મૂલ્યનો સરવાળો કેટલો થાય ?
Q13
નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે ?
Q14
બે ક્રમિક સંખ્યાઓનો સરવાળો 51 છે. તો તે સંખ્યા કઈ ?
Q15
સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા અને સૌથી નાની પૂર્ણ સંખ્યાનો તફાવત લખો?
Q16
1 થી 200 ની વચ્ચે પાંચથી ભાગી ન શકાય તેવા કેટલા આંકડા આવે ?
Q17
સરવાળા માટે અને ગુણાકાર માટે તટસ્થ સંખ્યાઓ કઈ છે ?
Q18
1 નો વિરોધીનો વ્યસ્ત કેટલો થાય ?
Q19
રમેશ પાસે 45 અને સુરેશ પાસે 40 ડોલર છે. આમાંથી 25 ડોલર હોટલમાં ખર્ચાયા. એક ડોલર રૂ. 45 બરાબર હોય તો આ બંને પાસે કુલ કેટલા રૂપિયા બચે?
Q20
કઈ સંખ્યાની વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ નથી ?
Q21
જો 501 થી 700 તમામ નંબર લખવામાં આવે, તો અંક 6 કેટલી વાર આવશે ?
Q22
દસ મીટર બરાબર કેટલા મિલિમીટર?
Q24
1થી 10 વચ્ચેના બે અંકો એવા છે કે જેમનો ગુણાકાર તેમના સરવાળામાં ઉમેરીએ તો 35 થાય છે, તો તે બે સંખ્યા કઈ ?
Q25
એક ફૂટ બરાબર કેટલા વાર?