Question 1 of 20
Hints left: 3
Q1
હરેશનો જન્મ 11 ઓગષ્ટે થયો છે. મહેશ તેના કરતાં 14 દિવસ મોટો છે. આ વર્ષ સ્વતંત્રતા દિવસે સોમવારે છે. તો મહેશનો જન્મદિવસ કયા વારે આવશે?
Q2
જો કોઈ મહિનાના ત્રીજા શનિવારે 17મી તારીખ છે.તો એ જ મહિનાના ચોથા બુધવારના રોજ કઈ તારીખ હશે?
Q3
1 જન્યુઆરી, 2008ના રોજ મંગળવાર હોય તો 1 જન્યુઆરી, 2009ના રોજ કયો વાર હશે?
Q4
1 ફેબ્રુઆરી, 2005ના રોજ મંગળવાર હોય, તો 1 ફેબ્રુઆરી 2006ના રોજ કયો વાર હશે?
Q5
ધારો કે આજે બુધવાર છે, તો પછીના રવિવાર પછી 25મા દિવસે કયો વાર હશે?
Q6
25 મે, 2006ના રોજ ગુરુવાર હોય, તો 24 ડિસેમ્બર, 2006ના રોજ કયો વાર હશે?
Q7
ભારતના રાષ્ટ્રી પંચાંગનો 3,5 અને 7મો માસ કયો છે ?
Q8
‘હું તમારા ગામમાં ગઈ કાલના આગલા દિવસે આવ્યો અને પરમ દિવસે પાછો જવાનો. પછી મારે ચોવીસ કલાકની મુસાફરી થવાની. શનિવારે મારે જવાને સ્થળે પહોંચી જઈશ,’ તો વાત કહી તે દિવસે કયો વાર હશે?
Q9
8 ડિસેમ્બર, 2006ના રોજ શુક્રવાર હોય, તો 8 ડિસેમ્બર, 2005ના રોજ કયો વાર હશે?
Q10
મે મહિનાની 4 તારીખે શનિવાર હોય તો મે મહિનાની 21 તારીખ પછીના ત્રણ દિવસ બાદ કયો વાર આવશે?
Q11
1988 માં સ્વાતંત્ર્ય દિવસ બુધવાર ઊજવાયો તો 1989માં તે દિવસે કયા વારે ઊજવવામાં આવ્યો હશે?
Q12
14મી જાન્યુઆરીએ, 2014ના રોજ જો શનિવાર હોય તો 15 ઓગષ્ઠ 2014ના રોજ કયો વાર આવશે?
Q13
જો આવતી કાલ પછીના એક દિવસે ગુરુવાર હોય તો ગઈકાલના આગળના દિવસે કયો વાર હશે?
Q14
ક્રિકેટ ટુર્નામેન્ટમાં આયોજનમાં પ્રારંભિક મેચ તા. 25 જાન્યુઆરી, 2012ના રોજ હતી અને તેની ફાઈનલ મેચ 3 માર્ચના રોજ હતી, તો ટુર્નામેન્ટમાં કુલ કેટલા દિવસ ચાલી હશે ?
Q15
જો 1 જાન્યુઆરી, 2000ના દિવસે સોમવાર હોય તો, 1 જાન્યુઆરી, 2005ના દિવસે કયો વાર હશે?
Q16
જો લીપ વર્ષના પ્રથમ માર્ચે મંગળવાર હોય તો પહેલી જૂને કયો વાર હશે?
Q17
જો 1 જાન્યુઆરી, 2001ના દિવસે સોમવાર હોય તો 31 ડિસેમ્બર, 2001ના દિવસે કયો વાર હશે?
Q18
26 જાન્યુઆરી, 2002ના રોજ શનિવાર હતો, તો 3 ઓક્ટોબર, 2002ના રોજ કયો વાર હશે?
Q19
‘લીપ યર’ વર્ષમાં 1લી ફેબ્રુઆરીના રોજ રવિવાર હોય, તો 1લી માર્ચના દિવસે કયો વાર હશે?
Q20
1લી જાન્યુઆરી, 2009ના જો ગુરુવાર હોય, તો 1 જુને કયો વાર હશે?