Question 1 of 25
Hints left: 3
Q1
ભારતના બંધારણના અનુચ્છેદ નં. 165 માં કઈ બાબતની જોગવાઈ કરવામાં આવેલી છે? (GPSC : Advt no: 08/2023-24 : Dt.06/08/2024)
Q2
રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે ઉજવાય છે ?
Q3
જાહેર વ્યવસ્થા (Public Order) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1)) 1. બંધારણની કલમ 25, તમામ વ્યક્તિઓને જાહેર વ્યવસ્થાને આધીન રહીને મુક્ત રીતે ધર્મ માનવાનો, પાળવાનો અને તેનો પ્રચાર કરવાનો અધિકાર આપે છે. 2. ભારતના બંધારણની સાતમી અનુસૂચિ અનુસાર, જાહેર વ્યવસ્થાની બાબતો પર કાયદો ઘડવાની સત્તા રાજ્યો પાસે છે. 3. જાહેર વ્યવસ્થા પણ મૂળભૂત અધિકારોને મર્યાદિત કરવા માટેનો એક આધાર છે. ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?
Q4
બંધારણના કયા સુધારા બાદ પંચાયતો માટે નાણા આયોગની રચના કરવા માટેની જોગવાઈઓ દાખલ કરવામાં આવેલી છે? ( GPSC Class - 2 - 16/04/2017)
Q5
રાષ્ટ્રપતિની સત્તા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો: (GPSC : Advt no: 29,34,35/202425 : Dt. 19/01/2025) 1. તેઓ પ્રધાનમંડળ દ્વારા આપવામાં આવેલ સલાહ મુજબ કરવા બંધાયેલા છે. 2. વડાપ્રધાનની મૌખિક ભલામણને આધારે રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય કટોકટી લાદી શકે છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Q6
ભારતના બંધારણ હેઠળ 'સ્વચ્છ અને તંદુરસ્ત પર્યાવરણ' ............ (GPSC : Advt no: 71/2023-24 : Dt.02/06/2024)
Q7
નીચેનામાંથી કયો પ્રદેશ રાજ્ય બનતા પૂર્વે કેન્દ્રશાસિત પ્રદેશ ન હતો ? (GPSC : Advt no: 67, 72/2023-24 : Dt.30/05/2024)
Q8
ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન એક્ટ, 2009 ની જોગવાઈઓ મુજબ જો કોઈ શાળામાં પહેલા થી પાંચમાં ધોરણ સુધીમાં 110 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવેલ હોય તો તે શાળામાં ઉપરોક્ત ધોરણોમાં ........... શિક્ષકો હોવા જોઈએ. (GPSC : Advt no: 40/2023-24 : Dt.21/01/2024)
Q9
“દરેક રાજયમાં ગામ, મધ્યવર્તી અને જિલ્લા સ્તરે પંચાયતની રચના કરવી ફરજિયાત છે.’’ આ જોગવાઈ બંધારણના કયા આર્ટીકલમાં કરવામાં આવેલી છે? ( GPSC મહિલા અને બાળ વિકાસ - 29/1/2017)
Q10
મહાનગરપાલિકાના વહીવટી વડા .......... ગણાય છે.
Q11
માહિતી અધિકાર અધિનિયમ મુજબ જો માહિતી વ્યક્તિના જીવન કે સ્વાતંત્ર્યતાને લગતી હોય તો તે કેટલા સમય મર્યાદામાં આપવાની હોય છે ? ( GPSC Class-1 - 15/01/2017)
Q12
1992ના 73મા બંધારણ સુધારા અધિનિયમ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1)) 1. આ અધિનિયમે બંધારણની 40મી કલમને વ્યવહારૂ સ્વરૂપ આપ્યું છે. 2. આ અધિનિયમે પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપ્યો છે. 3. આ અધિનિયમ પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણના ન્યાયિક કાર્યક્ષેત્રમાં લાવ્યો છે. ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?
Q13
લઘુમતિઓને બંધારણનો અનુચ્છેદ 30 શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર આપે છે તેનો આધાર ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
Q14
ભારતના સંવિધાનના કયા અનુચ્છેદ પ્રમાણે રાજ્યોને સામાજિક કલ્યાણ અને સુધારણા માટે કે જાહેર ગણી શકાય તેવી હિન્દુ ધાર્મિક સંસ્થાઓને હિન્દુઓના તમામ વર્ગો અને વિભાગો માટે ખુલ્લી મૂકતો કાયદો કરવાનો અધિકાર મળે છે? (GPSC : Advt no: 09,07/202425 : Dt.27/10/202425)
Q15
બંધારણના 86માં સુધારા (2002) થી તેના વિભાગ-૩માં કર્યો મૂળભૂત અધિકાર ઉમેરવામાં આવ્યો હતો? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 26/02/2017)
Q16
બંધારણ કામદારોના અધિકારોને સમર્થન આપે છે અને માર્ગદર્શક સિધ્ધાંતો દ્વારા નીચેના પૈકી કઈ રીતે કામદારોનું કલ્યાણ સુનિશ્ચિત કરે છે? (GPSC : Advt no: 47/202324 : Dt.07/01/2024 (CSP-1)) 1. તે કામ અંગેની ન્યાયી અને માનવોચિત પરિસ્થિતિ સિધ્ધ કરવા માટે અને પ્રસૂતિ સહાયતા માટે જોગવાઈ કરે છે. 2. તે સરકારને ઉદ્યોગોના સંચાલનમાં કામદારોની સહભાગિતાને સુરક્ષિત કરવા પગલાં લેવા સલાહ આપે છે. ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?
Q17
નીચેનામાંથી ક્યા દિવસે વડાપ્રધાન રાષ્ટ્રને રાષ્ટ્રજોગ સંદેશો આપે છે?
Q18
લોક અદાલતમાં કેટલા રૂપિયા કોર્ટ ફી ભરવાની હોય છે ?
Q19
દર ....... વર્ષે ગ્રામપંચાયતના સભ્યો અને સરપંચની ચૂંટણી થાય છે.
Q20
મેયર પોતાના હોદા પર ......... વર્ષ રહે છે.
Q21
રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો કઈ સાલમાં બનાવવામાં આવ્યો હતો? ( GPSC Class-1 - 15/01/2017)
Q22
રાષ્ટ્રીય લઘુમતી પંચમાં કેટલા સભ્યો હોય છે ? ( GPSC સોશિયલ વેલ્ફેર ઓફિસર ક્લાસ - 2 (25/2/2017))
Q23
ઈ.સ.1920માં મુંબઈ અને કોલકાતા ખાતેના ટ્રાન્સમિટરો સરકારે પોતાના હસ્તક લઈને તેનું નામ શું રાખ્યું હતું ?
Q24
સંસદમાં કયું બંધારણીય સુધારા બિલ દાખલ કરીને ગૂડ્સ અને સર્વિસ ટેક્ષ (GST)નો અમલ કરવામાં આવ્યો? (GPSC : Advt no: 69, 44/2023-24 : Dt.20/03/2024)
Q25
ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામો, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે ? ( બિન સચિવાલય ક્લાર્ક - 21/12/2014)